News 6E
Breaking News
Breaking NewsNational

નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, દ્વારા બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂત પરિસંવાદ અને ખેડૂત તાલીમ શિબિર યોજાઇ

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ ઢળવાનું આહ્વાન કરવામાં આવ્યું છે, ત્યારે બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી કરી અને સારા પરિણામો મળે અને ખેડૂતો બાગાયતી પાકોમાં પણ પ્રાકૃતિક ખેતી કરે તેવા હેતુથીગાંધીનગર અને દહેગામ તાલુકાના ખેડૂતો માટે બ્રહ્માણી કોલ સ્ટોરેજ ગામ ચંદ્રાલા ગાંધીનગર મુકામે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, દ્વારા બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂત પરિસંવાદ અને ખેડૂત તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.જે અન્વયે ખેતીવાડી ખાતાના અધિકારી, કર્મચારીઓ દ્વારા વિવિધ બાગાયત લક્ષી યોજનાઓ ની માહિતી આપવામાં આવી હતી.
ઉપરાંત બાગાયત ખાતાની નવી યોજનાઓ સહિતની માહિતી જેવી કે, મિશન મધમાખી, કોમ્પ્રીહેન્સિવ હોર્ટી કલ્ચર ડેવલપમેન્ટ યોજના તેમજ કમલમ ફળના નવા વાવેતર માટે ખેડૂતોને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલીમ શિબિરમાં ખેડૂતોને બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી, સંકલિત રોગ જીવાત નિયંત્રણ, બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન, બાગાયત ખેતીવાડી વિભાગની વિવિધ સહાયલક્ષી યોજનાઓ તેમજ ડ્રીપ ઇરીગેશન વિશે વિસ્તૃત જાણકારી ખેડૂતોને આપી અને વધુમાં વધુ ખેડૂતો સરકારશ્રીની યોજનાઓનો લાભ લે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો. વધુમાં ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નોનું નિવારણ પણ કરવામાં આવ્યું હતું.

Related posts

સંસદમાં રજૂ કરાયો આર્થિક સર્વે, જાણો કેવું છે ભારતીય અર્થવ્યવસ્થાનું સ્વાસ્થ્ય

news6e

રેસિપી / તમારા મનપસંદ શાકભાજી સાથે બનાવો હેલ્ધી વેજ પુલાવ, નોંધી લો આ સરળ રીત

news6e

JNU की दीवारों पर लिखा- ब्राह्मणों भारत छोड़ो: बनियों के खिलाफ भी लिखे नारे

news6e

Leave a Comment