વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં આવેલ ગીતા નગરમાં દિવાળીની રજાઓમાં ફટાકડા ફોડવા બાબતે 2017માં થયેલ બાબલમાં છોડવવા પડેલ યુવકને ચપ્પુ મારવાને કારણે મોત થવાના બનાવમાં કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે.દોષિત શખ્સને 10 વર્ષની સજા અને રૂ.15000 ની દંડ ફટકારવામાં આવ્યો છે.આ ઉપરાંત જો દંડ ના ભરે તો વધુ એક વર્ષની સજા સંભળાવી છે.
આ ઘટનામાં દિવાળીની રાજયમાં આવેલ અજય નંદલાલ મંડલ પિતરે ભાઈ રાજૂ રમચુ મંડલ સાથે ગામના રાજીવના રૂમ પર ગયેલ હતા. જય રાજેશ,મીઠું અને પંડાવ છત પર તેઓની બિલ્ડિંગમાં રહેતા દીપકસિંગ અભયજીત સિંગ સાથે ફટાકડા ફોડવા બાબતે ઝઘડો કરી રહ્યાં હતા.જેથી રાજુએ બંનેને છોડવા પાડતા દિપક ત્યાંથી જતો રહ્યો હતો.
થોડીવાર બાદ દીપક ઝગડો કરવા માટે આવી આવી અને અજયને મારવા લાગેલ જેથી કાકાનો છોકરી રાજુ વચ્ચે પડતા તેને પીઠના ભાગે ચપ્પુ ઘૂસેડી દેતા નીચે પડી ગયો હતો.જ્યાંથી તેને હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં બીજા દિવસે તેનું મોત નીપજ્યું હતું.
આ કેસમાં વાપી એડીશનલ સેશન્સ કોર્ટ દ્વારા મનુષ્ય વઘના ગુન્હામાં દિપક સૌરભ તલકધારસીંગને 10 વર્ષની સખત કેદની સજા અને રૂ.15000 દંડ અને જો ના ભારે તો વધુ એક વર્ષની સજાનો હુકમ સંભળાવ્યો હતો.